પરિચય
૪૫૧ વર્ષ જૂનુ મંદિર છે તેવી લોક વાયકા ચાલે છે.
બાજુના ગામના આહીર સમાજના દાદા પૂર્ણા નદીના કિનારે ગાય, બકરી ચરાવવા જતા તેને પાણીમાં રંગ અલગ લાગતા ગામના બીજા લોકોને જાણ કરતા બધા લોકો મડી પાણી માથી બહાર કઢતા હનુમાનજી ની મૂર્તિ નજર પડી. ત્યારબાદ આ લોકો મૂર્તિને ઉચકી પોતાના ગામ ધારાગીરી લઈ જતા હતા અને ત્યારે અત્યારે જે સ્થળ છે ત્યા આવી હનુમાનજીની મૂર્તિ ત્યા રોકાય જતા આગડ ગઈ નાહોતી તેથી ત્યા સ્થાપના થય. જે હદ વીરવાડી ગામની હોવથી શ્રી વીરવાડી હનુમાનજી નામ રાખવામા આવ્યુ જે મૂર્તિ બાલ સ્વરૂપ હનુમાનજી છે.
ત્યારબાદ એવી લોક વાયકા ચાલે છે કે જ્યારે શિવાજી મહારાજે સુરત ઉપર ચડાઈ કરી ત્યારે પોતાના સૈનિકો તેમના ઘોડાઓ સાથે ત્યા રોકાયા હતા.
આ રીતે આ શ્રી વીરવાડી હનુમાનજી મંદિર નાના ડેરા સ્વરૂપે ઘણા વર્ષો સુધી સ્થાપિત રહ્યુ.
1982 ના રોજ પૂજ્ય કથાકાર શ્રી મોરારી બાપુ ના વરદ હસ્તે મંદિર જીર્ણોદ્ધાર માટે ખાત મુહર્ત કરવામા આવ્યુ.
1990 કે 1992 માં ટ્રસ્ટ ની રચના થઈ.
ત્યારબાદ મંદિર ટ્રસ્ટ દ્વાર ઉતરો ઉતર પ્રગતિ થતી રહી.
2007 મા પૂજ્ય કથાકાર શ્રી પ્રફુલ્લભાઈ શુક્લ ની કથા બેસાડવમા આવી. આ કથા દરમિયાન દર શનિવારે ભંડારાનુ આયોજન કરવામા આવ્યુ. ત્યારથી અવરીત ભંડારા નું આયોજન ચાલુ છે.
2017 મા ટ્રસ્ટ દ્વારા શ્રી વીરવાડી આદિવાસી અનાથ કન્યા છાત્રાલય ખોલવામા આવી. આ છાત્રાલય મા આદિવાસી વિસ્તાર માથી અનાથ દિકરીઓને લાવી ધોરણ 9 થી પોતાના ગ્રેજ્યુએશન સુધિની જવાબદારી સાથે લાવવામા આવે છે.
મંદિર ટ્રસ્ટ દ્વારા હનુમાન જયંતિ ના દિવસ પણ ભવ્ય આયોજન કરવામા આવે છે.
શ્રી વીરવાડી હનુમાનજી મંદિર ને દક્ષિણ ગુજરાત ના સારંગપુર હનુમાનજી તરીકે ઓળખાય છે.
હાલ જે કન્યા છાત્રાલય ચાલે છે તેમા 80 દિકરીઓ રહે છે. જેમથી પેરા મેડિકલ મા 22 દિકરીઓ અભ્યાસ કરી રહી છે. ટ્રસ્ટ દ્વારા નવી છાત્રાલય બનાવવા માટે પણ આયોજન ચાલી રહ્યુ છે, જેમા ટ્રસ્ટ દ્વારા 151 દિકરિયો રહી શેકે તેવુ આયોજન ચલી રહ્યુ છે.
આવી અનેક પ્રવૃતિઓ ટ્રસ્ટ દ્વારા ચાલી રહી છે.